સાઉન્ડ મૂડ લેમ્પનો ઉપયોગ કરીને (જો સુસજ્જ હોય તો)
વિવિધ વાતાવરણ બનાવવા માટે તમે તમારા વાહનની લાઇટિંગને કસ્ટમાઇઝ કરી શકો છો. તમે જે સંગીત વગાડી રહ્યાં છો તેના મૂડ અનુસાર તમે લાઇટિંગને બદલવા માટે પણ સેટ કરી શકો છો.
ચેતવણી
તમારી સલામતી માટે, જ્યારે વાહન ચાલતું હોય ત્યારે તમે સાઉન્ડ-રિએક્ટિવ મૂડ લાઇટ સેટિંગ બદલી શકતા નથી. સેટિંગ્સ બદલતા પહેલા તમારું વાહન સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો.
- હોમ સ્ક્રીન પર, દબાવો બધા મેનૂઝ > Sound mood lamp.
- સાઉન્ડ મૂડ લેમ્પને સક્રિય કરવા માટે Sound mood lamp દબાવો.
- લાઇટિંગ મોડ પસંદ કરો અને લાઇટિંગ સેટિંગ્સને કસ્ટમાઇઝ કરો.
- વિકલ્પોની સૂચિ પ્રદર્શિત કરો.
- Display Off (જો સુસજ્જ હોય તો): સ્ક્રીન બંધ કરવો. સ્ક્રીન ફરી ચાલુ કરવા તેને દબાવો.
- Reset: તમારી સાઉન્ડ-રિએક્ટિવ મૂડ લાઇટ સેટિંગ્સને ડિફૉલ્ટ મૂલ્યો પર ફરીથી સેટ કરો.
- Manual: સિસ્ટમ માટે ઑનલાઇન વપરાશકર્તા માર્ગદર્શિકાની ઍક્સેસ પ્રદાન કરે તે QR કોડ પ્રદર્શિત કરો. સલામતીના કારણોસર, તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હોવ અથવા પાર્કિંગ બ્રેક ડિસએંગેજ કરેલી હોય અથવા અક્ષમ સ્થિતિમાં હોય તે વખતે તમે QR કોડને ઍક્સેસ કરી શકતા નથી.
- પાછલા લેવલ પર પાછા ફરો.
- રંગ થીમ પસંદ કરો. પસંદ કરેલ રંગ થીમના આધારે, આંતરિક લાઇટિંગ તેના રંગોને વિવિધ પેટર્નમાં બદલે છે.
- લાઇટિંગનો રંગ પસંદ કરો. લાઇટિંગ પસંદ કરેલા રંગમાં સતત સોફ્ટ ગ્લો અસર પ્રદાન કરે છે.
- સાઉન્ડ મૂડ લેમ્પ સક્રિય કરો.
- પસંદ કરેલ લાઇટિંગ મોડ અનુસાર થીમ અથવા રંગ પસંદ કરો.
- વગાડતા સંગીત સાથે લાઇટિંગને સિંક્રનાઇઝ કરો.
- લાઇટિંગના તેજ સ્તરને એડજસ્ટ કરો.
નોંધ
- જો સિંક્રનાઇઝેશન સક્રિય કરેલ હોય, તો જ્યારે તમે સંગીત ચલાવતા નથી અથવા સિસ્ટમ મ્યૂટ કરેલી હોય ત્યારે લાઇટિંગ બંધ થાય છે.
- જ્યારે દરવાજો ખુલ્લો હોય છે, ત્યારે લાઇટિંગ આપમેળે બંધ થઈ જાય છે.
- વાહનના મોડેલ અથવા સ્પષ્ટીકરણના આધારે, પ્રદર્શિત સ્ક્રીનો અને ઉપલબ્ધ કાર્યો અલગ અલગ હોઈ શકે છે.