સિસ્ટમ ઓવરવ્યુ

તમે શરુ કરો તે પહેલા


પરિચય

  • આ માર્ગદર્શિકા વૈકલ્પિક સ્પષ્ટીકરણ સહિત, વાહનના તમામ મોડલો માટે સ્પષ્ટીકરણ આવરી લે છે, અને સિસ્ટમ સૉફ્ટવેરની અદ્યતન આવૃતિ ઉપર આધારિત છે.
  • તમારી સિસ્ટમના ફંકશન્સ અને સ્પષ્ટીકરણની કાર્યક્ષમતા સુધારા માટે પૂર્વ જાણકારી વગર પરિવર્તનને આધીન છે.
  • આ માર્ગદર્શિકામાં વર્ણન કરેલી ફંક્શન અને સેવાઓ કાર્યક્ષમતા સુધારા માટે પૂર્વ જાણકારી વગર પરિવર્તનને આધીન છે. જો સિસ્ટમ સોફ્ટવેર અદ્યતન થયેલ છે, તો આ માર્ગદર્શિકા માંના સ્ક્રીનશોટ સિસ્ટમ માંની ખરી ઈમેજ કરતા અલગ દેખાશે.
  • તમે વેબ મેન્યુઅલ પરથી ફેરફાર કરેલી ફંક્શન અને સેવાઓ અંગે અત્યાર સુધીની અદ્યતન માહિતી જોઇ શકો છો.
  • આ માર્ગદર્શિકામાં વર્ણન કરેલી ફંક્શન અને સેવાઓ તમારા વાહનમાં પૂરી પાડેલી ફંક્શન અને સેવાઓ કરતાં અલગ હોઇ શકે છે. તમારા વાહન સંબંધિત ચોક્કસ માહિતી માટે, માલિકના મેન્યુઅલ અથવા તમારા વાહનના કેટેલોગને જુઓ.
  • તમારી સિસ્ટમ ખરીદીના દેશના બહારના પ્રદેશો માટે સિસ્ટમ સૉફ્ટવેર સાથે સુસંગત નથી.

વપરાશકાર માટે ઉપલબ્ધ માહિતી

કાર ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઝડપી સંદર્ભ માર્ગદર્શિકા (પ્રિન્ટ)
આ માર્ગદર્શિકામાં ઘટકોના નામો અને કામગીરીઓ સહિત તમારી સિસ્ટમનો ઉપયોગ કરવા માટેની મૂળભૂત માહિતી શામેલ છે. તમારી સિસ્ટમનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કરવા માટે, ઉપયોગ કરતા પહેલા આ માર્ગદર્શિકા વાંચો.
કાર ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વપરાશકર્તા મેન્યૂઅલ (વેબ)
આ માર્ગદર્શિકા એક વેબ મેન્યુઅલ છે જેને તમે ઝડપી સંદર્ભ માર્ગદર્શિકા અથવા તમારી સિસ્ટમની સ્ક્રીન પર QR કોડ સ્કેન કરીને ઍક્સેસ કરી જોઈ શકો છો. આ માર્ગદર્શિકા તમારી સિસ્ટમના કાર્યોનો પરિચય આપે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવે છે.
ઈન્ફોટેનમેન્ટ/ક્લાઈમેટ સ્વિચેબલ કન્ટ્રોલર મેન્યુઅલ (વેબ)
આ એક વેબ મેન્યુઅલ છે જે સમજાવે છે કે કેવી રીતે કન્ટ્રોલ પેનલ્સ વચ્ચે સ્વિચ કરવું અને દરેક બટનની કામગીરીનો પરિચય આપે છે.

આ માર્ગદર્શિકામાં વપરાયેલ ચિહ્નો

ચેતવણી
વપરાશકર્તા સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સૂચવે છે. ચેતવણીઓનું પાલન કરવામાં નિષ્ફળ થવાથી મૃત્યુ અથવા ગંભીર વ્યક્તિગત ઈજામાં પરિણમી શકે છે.
ચેતવણી
વપરાશકર્તા સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સૂચવે છે. સાવચેતીઓનું પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામે વ્યક્તિગત ઈજા થઈ શકે છે, અથવા તમારા વાહનને નુકસાન થઈ શકે છે અથવા ખરાબ થઈ શકે છે.
નોંધ
અનુકૂળ ઉપયોગ માટે ઉપયોગી માહિતી સૂચવે છે.
(જો સુસજ્જ હોય તો)
વૈકલ્પિક સુવિધાઓ માટે વર્ણનો સૂચવે છે, જે મોડેલ અથવા ટ્રીમ સ્તરના આધારે તમારા ચોક્કસ વાહન માં ઉપલબ્ધ ન હોઈ શકે.
આ માર્ગદર્શિકા વૈકલ્પિક સ્પષ્ટીકરણ સહિત, વાહનના તમામ મોડલો માટે સ્પષ્ટીકરણ આવરી લે છે, અને સિસ્ટમ સૉફ્ટવેરની અદ્યતન આવૃતિ ઉપર આધારિત છે. તેમાં તમારા વાહનમાં સજ્જ ન હોય અથવા તમારા વાહનના મૉડલ માટે હાજર ન હોય તેવા લક્ષણો માટેનું વર્ણન શામેલ હોઈ શકે છે.

સલામતી ચેતવણીઓ

સલામતી માટે, નીચે આપેલી સૂચનાઓ અનુસરો. આમ કરવામાં નિષ્ફળતાથી ટ્રાફિક અકસ્માતનું જોખમ વધી શકે છે, જેના પરિણામે મૃત્યુ અથવા ગંભીર ઈજા થઈ શકે છે.
ડ્રાઇવિંગ અંગે
ડ્રાઇવિંગ કરતી વખતે સિસ્ટમ સંચાલન કરશો નહીં.
  • વિચલિતપણે ડ્રાઇવિંગ વાહન ઉપર નિયંત્રણ ગુમાવવામાં પરિણમી શકે છે, જે સંભવિત રીતે અકસ્માત, ગંભીર વ્યક્તિગત ઇજા, અથવા મૃત્યુ તરફ દોરી જાય છે. ડ્રાઇવરની પ્રાથમિક જવાબદારી વાહનનું સલામત અને કાયદેસર સંચાલન છે, અને કોઇપણ હાથવગા સાધનો, ઉપકરણો, અથવા વાહન સિસ્ટમ જે આ જવાબદારીમાંથી ડ્રાઇવરનું ધ્યાન વિચલિત કરે છે તેનો વાહનના સંચાલન દરમિયાન ક્યારેય ઉપયોગ કરવો જોઇએ નહીં.
ડ્રાઇવિંગ કરતી વખતે સ્ક્રીન જોવાનું ટાળો.
  • વિચલિતપણે ડ્રાઇવિંગ ટ્રાફિક અકસ્માત તરફ દોરી જાય છે.
  • બહુવિધ સંચાલનની જરૂરિયાત હોય તેવી ફંક્શનનો ઉપયોગ કરતાં પહેલા તમારા વાહનને સલામત સ્થાન પર રોકો.
તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં પહેલા તમારા વાહનને રોકો.
  • ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટ્રાફિક અકસ્માત તરફ દોરી શકે છે.
  • જો જરૂર હોય તો, કૉલ્સ કરવા માટે બ્લુટુથ હેન્ડ્સફ્રી સુવિધાનો ઉપયોગ કરો અને શક્ય હોય એટલા ટૂંકા કૉલ રાખો.
બાહ્ય અવાજો સંભળાય એટલા માટે અવાજ પૂરતા પ્રમાણમાં ઓછો રાખો.
  • બાહ્ય અવાજો સાંભળવાના સામર્થ્ય વગર ડ્રાઇવિંગ કરવાથી ટ્રાફિક અકસ્માત થઇ શકે છે.
  • લાંબા સમય સુધી ઊંચા અવાજે સાંભળવાથી શ્રવણક્ષમતાને ક્ષતિ પહોંચી શકે છે.
સિસ્ટમનું કાર્યસંચાલન કરવા અંગે
સિસ્ટમને ડિસેમ્બલ અથવા મોડિફાઇ કરશો નહીં.
  • આમ કરવું અકસ્માત, આગ અથવા ઇલેક્ટ્રિક શોકમાં પરિણમી શકે છે.
પ્રવાહીઓ અથવા બાહ્ય પદાર્થોને સિસ્ટમમાં પ્રવેશ કરવા દેશો નહીં.
  • પ્રવાહીઓ અથવા બાહ્ય પદાર્થો ઝેરી ધૂમાડાઓ, આગ અથવા સિસ્ટમની ખામી સર્જી શકે છે.
જો સિસ્ટમમાં ખામી હોય, જેમ કે અવાજ ન આવતો હોય અથવા ડિસ્પ્લે ન હોય તો સિસ્ટમનો ઉપયોગ બંધ કરો.
  • જ્યારે સિસ્ટમમાં ખામી હોય ત્યારે જો તમે તેનો ઉપયોગ કરવાનું ચાલું રાખો તો તે આગ, ઇલેક્ટ્રિક શોક અથવા સિસ્ટમ ખામી તરફ દોરી શકે છે.
નોંધ
જો તમે સિસ્ટમ તરફથી કોઇ સમસ્યાઓ અનુભવો તો તમારા ખરીદીના સ્થળ અથવા ડીલરનો સંપર્ક કરો.

સલામતી સાવચેતીઓ

સલામતી માટે, નીચે આપેલી સૂચનાઓ અનુસરો. આમ કરવામાં નિષ્ફળતા વ્યક્તિગત ઇજા અથવા સિસ્ટમને નુકસાનમાં પરિણમી શકે છે.
સિસ્ટમના સંચાલન અંગે
એન્જિન ચાલુ હોય ત્યારે સિસ્ટમનો ઉપયોગ કરો.
  • જ્યારે એન્જિન બંધ હોય ત્યારે લાંબા સમય માટે સિસ્ટમનો ઉપયોગ કરવાથી બેટરી ઉતરી શકે છે.
અમાન્ય પ્રોડક્ટ્સ ઇન્સ્ટોલ કરશો નહીં.
  • અમાન્ય પ્રોડક્ટ ઇન્સ્ટોલ કરવાથી સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે ખામી સર્જાઇ શકે છે.
  • અમાન્ય પ્રોડક્ટ્સ ઇન્સ્ટોલ કરવાથી સર્જાયેલી સિસ્ટમની ખામી વૉરન્ટી હેઠળ આવરી લેવામાં આવેલી નથી.
સિસ્ટમનું કાર્યસંચાલન કરવા અંગે
સિસ્ટમ પર વધારે પડતું બળ લગાવશો નહીં.
  • સ્ક્રીન ઉપર વધારે પડતું બળ LCD પેનલ અથવા ટચ પેનલને નુકસાન કરી શકે છે.
સ્ક્રીન અથવા બટન પેનલની સફાઇ કરતી વખતે એન્જિન બંધ કરવાનું સુનિશ્ચિત કરો અને નરમ અને સૂકાં કપડાંનો ઉપયોગ કરો.
  • સ્ક્રીન અથવા બટનને કડક કપડાં અથવા સોલવન્ટ (આલ્કોહોલ, બેન્ઝિન, પેઇન્ટ થિનર વગેરે) નો ઉપયોગ કરીને લૂછવાથી સપાટી પર લિસોટા અથવા રાસાયણિક રીતે નુકસાન થઇ શકે છે.
જો તમે પંખાની પટ્ટી પર પ્રવાહી-પ્રકારનું એર ફ્રેશનર જોડો તો સિસ્ટમની સપાટી અથવા પટ્ટી ફેંકાતી હવાના કારણે વિકૃત બની શકે છે.
નોંધ
જો તમે સિસ્ટમ તરફથી કોઇ સમસ્યાઓ અનુભવો તો તમારા ખરીદીના સ્થળ અથવા ડીલરનો સંપર્ક કરો.