સિસ્ટમ બંધ કરવી
જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે સિસ્ટમનો ઉપયોગ કરવા ઇચ્છતાં ન હોવ, તો તમે કંટ્રોલ પેનલ ઉપર પાવર બટન દબાવી અને જાળવી રાખીને સિસ્ટમને બંધ કરી શકો છો.
- સ્ક્રીન અને સાઉન્ડ બંધ થઇ જશે.
- ફરી વખત સિસ્ટમનો ઉપયોગ કરવા, પાવર બટન દબાવો.
તમે એન્જિન બંધ કર્યા બાદ, સિસ્ટમ થોડી વાર પછી અથવા જેવું તમે ડ્રાઇવરનો દરવાજો ખોલો તેની સાથે આપમેળે બંધ થઇ જશે.
- વાહનના મોડલ અથવા સ્પષ્ટીકરણના આધારે, જેવું તમે એન્જિન બંધ કરો તેની સાથે સિસ્ટમ બંધ થઇ શકે છે.